આજે ભાવનગરમાં કલ હમારા સંગઠન, સમસ્ત કોળી સમાજ દ્વારા નીચા-ઉચા કોટડામાં અલ્ટ્રાટેક માઈનિંગ વિરોધમાં ગામના લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાથી આજે ભાવનગર બંધનુ એલાન છે. તેમજ ભાવનગરના સમગ્ર બજારોને કોળી સમાજ દ્વારા બંધ કરવા માટે નીકળ્યા હતા.
પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાથી કોળી સમાજમાં તેના ઘેરા પ્રત્યાધાત પડ્યા છે જેથી કલ કલહમારા સંગઠન દ્વારા ભાવનગર બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. આજે ગુરુવારે ભાવનગરના આંદોલનના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા ભાવનગર શહેરમાં કેટલીક ખુલ્લી દુકાનો બંધ કરવામાં આવી રહી છે. જો કે બંધના એલાનના પગલે કોઈ અનચ્છિય ઘટના ઘચે તે માટે ભાવનગર પોલીસે 3 ડીવાએસપી, 10 પીઆઈ, 25 પીએસઆઈ, ગેસ ગનમેન, હથિયાધારી પોલીસ અને વીડિયો તેમજ ફોટોગ્રાફરનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે ભાવનગર શહેરમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં વેપારીઓ ના સાથ સહકાર દ્વારા દુકાનો અને ધંધા 12 વાગ્યા સુધી બંધ હતા.
તમને જણાવી દઈએ કે, સંગઠનના પ્રમુખ ધરમશી ધાપાએ નિવેદન આપ્યું હતું કે, મહિલા અને ખેડૂતો પર મહુવામાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેમજ 92 ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેથી આ તમામ ખેડૂતોને 309 ની કલમ હટાવીને તેમને જામીન આપવાની માંગ કરી હતી અને તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાથી તેમની સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી હતી. જેના પગલે અત્યારે મહુવાની સેસન્સ કોર્ટે શરતી જામીન આપી જેલ મુક્ત કર્યા છે. કોર્ટે 10 હજારની શરતી જામીન આપી છે.
No comments:
Post a Comment