Showing posts with label ખેડૂત. Show all posts
Showing posts with label ખેડૂત. Show all posts

Friday, 11 January 2019

કોળી સમાજ ના ધારાસભ્યો,સાંસદો ને બંગડી મોકલવાની ચીમકી કોણે અને કેમ આપી જાણો

કોળી સમાજ ના ધારાસભ્યો,સાંસદો ને બંગડી મોકલવાની ચીમકી કોણે અને કેમ આપી જાણો
મહુવા અને તળાજા તાલુકા ના કોટડા,તલ્લી,ભાંભર જેવા ગ્રામ્ય વિસ્તાર માં અલ્ટ્રાટેક કંપની ના માઇનિંગ પ્રોજેકટ નો વિરોધ ખેડૂતો દ્વારા કરવામા આવ્યો હતો. આ દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ પેદા થઈ હતી અને પોલીસ એ લાઠીચાર્જ કર્યો હતો.ઘણા ખેડૂતો ને ઇઝા થઈ હતી અને ઘણા ને જેલ માં નાખી દીધા હતા.આ ઘટના ના સમગ્ર રાજ્ય માં પડઘા પડ્યા હતા.

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન એ આ ઘટના બાબતે ઉના પ્રાતઃ અધિકારી મારફત રાજ્યપાલ ને આવેદન પત્ર આપ્યું હતું અને એમાં ઉલ્લેખ કર્યો કે અલ્ટ્રાટેક કંપની ના માઇનિંગ પ્રોજેકટ નો વિરોધ કરી રહેલા ખેડૂત ખેતમજૂરો અને સ્થાનિક ગ્રામજનો પર કંપની દ્વારા ઓન પે કરી પોલીસ પ્રોટેક્શન મેળવી ખનન કરવાના મામલે પોલીસ પબ્લિક વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું અને શાંતિ થી વિરોધ કરી રહેલા લોકો પર બેરહમી થી લાઠીચાર્જ અને ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા. 90 જેટલા સ્થાનિકો પર ગંભીર કલમો લગાવી ધરપકડ કરવામાં આવી આવી અમાન્ય ઘટના માં સૌથી વધુ કોળી સમાજ અને ગરીબ સમાજ ભોગ બન્યો છે.આ સમગ્ર ઘટના ને ઓનપે વહીવટી તંત્ર દ્વારા કંપની ના ઈશારે હુકમો થયા હોય એવી આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાની માં.હાઇકોર્ટ ના સીટીંગ જજ અથવા સીબીઆઈ મારફત તપાસ કરવામાં અને જવાબદાર તમામ સામે કાનૂની પગલાં ભરવામાં આવે અને ખેડૂતો પર ના કેશ પાછા ખેંચવા માટે માંગ કરી છે.

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા કોળી સમાજ ના ધારાસભ્યો અને સાંસદો ને પણ આ મામલે લેખિત માં પત્ર મોકલવામાં આવ્યા છે. અને પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર ઘટનાને સંસદ માં અને વિધાનસભા માં ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.

અખિલ ભારતીય કોળી સમાજ ના મહામંત્રી રસિક ચાવડા એ ચીમકી આપી છે કે ગુજરાત ના ચૂંટાયેલા કોળી સમાજ ના ધારાસભ્યો સાંસદો આ મામલે નહિ બોલે તો બંગડી મોકલવામાં આવશે.

ઘોઘા છાયા ગામે પથ્થર માઈનીંગ કામની ટેન્ડર પ્રક્રિયા રદ કરવા માંગ

ભાલપંથક હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટર ને આવેદ પત્ર દેવાયું

તા : 10-01-2019 ઘોઘા તાલુકાના છાયા ગામે પથ્થર નુ માઇનીંગ કામ  ટેન્ડર પ્રક્રીયા રદ્દ કરવવા બાબતે  ભાલ હિત રક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેક્ટર સાહેબ ને ઉગ્ર રજુઆત કરવા મા આવી માઇનીંગ ને લીધે ગામ લોકો ને જોખમ ઉભું થઇ રહ્યુ છે તેવી દહેશત ઉભી થઇ રહી છે  જો આ માઇનીંગ પ્રક્રીયા ને સ્થગિત કરવામાં નહી આવે તો     ગામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક લડત ચલાવવામાં આવશે તેવી ગામ જનો દ્રારા ચીમકી આપવામાં આવી છે આ બાબતે જીલ્લા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ

Monday, 7 January 2019

બ્રેકીંગ ન્યૂઝ - ધર્મશીભાઈ ઢાપા (કલ હમારા યુવા સંગઠન) દ્વારા ભાવનગર બંધ ની ચીમકી

મહુવા ના કોળી સમાજ ના ગરીબ ખેડુતોને ગુજરાત ની ભાજપ સરકાર દ્વારા પોલીસ તંત્ર નો ગેર ઉપયોગ કરી ને ઢોર માર મારવામાં આવ્યો છે તે ને લઇ ને પાલીતાણા કલ હમારા યુવા સંગઠન દ્રારા પાલીતાણા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેલ મા પુરેલા ગરીબ ખેડુત લોકો ને જેલ માથી મુક્ત  કરવામાં આવે અને  તમામ લોકો ઉપર ના કેસ પાછા ખેંચવા મા આવે અને એ ઘટના ને લઇ ને તમામ જવાદાર પોલીસ અધીકારી ઓ ની વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવા મા આવે તેવી માંગ કરવામાં  આવી.