10℅ સવર્ણ અનામત પર સુપ્રીમ કોર્ટ માં અરજી,આ બિલ ને ગેરબંધારણીય જાહેર કરવા અપીલ
દેશના આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપતું બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થઇ ગયું છે પરંતુ આ બિલ પર રાષ્ટ્રપતિ સહી કરે અને તે કાયદો બને તે પહેલા સરકારના અનામત આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. યુથ ફોર ઇક્વિલીટી નામની NGOએ સવર્ણ અનામત બિલને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે આર્થિક માપદંડ એ અનામતનો આધાર ન બની શકે. આથી આર્થિક માપદંડોના આધારે અનામત આપવી યોગ્ય નથી.
1950 પછી આ બંધારણનું 124મું સંશોધન બિલ છે. છ વખત એવો મોકો પણ આવ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું હતું કે, સંશોધન બિલ ગેરબંધારણીય છે. તેથી તે બિલ રદ કરી દેવામાં આવ્યા. તાજું ઉદાહરણ જજની નિયુક્તિ માટે આયોગનું ગઠન કરવાનું છે. સરકારે એપ્રિલ 2015માં તે માટે બંધારણમાં સંશોધન કર્યું હતું. ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટે તેને નકારી કાઢીને કોલેજિયમ પ્રણાલી રદ કરી દીધી હતી.
સબસિડી વગરની ખાનગી સંસ્થાઓને આ શ્રેણીમાં રાખવી પણ ખોટી વાત છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે, આ બિલને ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ. આ નિર્ણય વોટ બેન્કને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, યૂથ ફોર ઈક્વાલિટી એક સંસ્થા છે જેને અમુક વિદ્યાર્થીઓ અને પ્રોફેશરો સાથે મળીને ચલાવે છે. આ પહેલાં પણ આ NGO શિક્ષણમાં સુધારો, રાજકારણમાં સુધારા જેવા ઘણાં મુદ્દાઓ પર કેમ્પેન ચલાવી ચૂક્યા છે.
યૂથ ફોર ઈક્વાલિટી નામની NGOએ આ અરજી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતની સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ખોટી વાત છે અને તે માત્ર સવર્ણ શ્રેણીને ન આપવી જોઈએ.
No comments:
Post a Comment