ભાવનગર 6 માર્ચ 2018 નાં રોજ ચકચારી રંઘોળા જાન અકસ્માત માં 42 લોકો નાં મૃત્યુ થતાં સમગ્ર ગુજરાત અને ખાસ કરી કોળી સમાજ માં ઘેરા પ્રત્યાઘાત પડતાં સરકાર હરકત માં આવી અને ગામજનો ને અનેક સહયોગ ની લહાણી ની જાહેરાતો કરી હતી.
જો એ મુજબ થયુ હોત અનીડા ગામ સોને મઢાઇ ગયું હોત. ઠાલા વચનો અને મૃતકો પર વાહ વાહી લૂંટવા ની ઇચ્છાશક્તિ વાળા સ્થાનિક ભાજપી નેતાઓ આજે ગામજનો ને ભૂલી ચુક્યા છે. મોટા ઉપાડે આપેલા વચનો નું શું થયું એ વિશે તસ્દી નાં લીધી જેથી ગામજનો આજે પણ હક્ક મેળવવા દર દર ભટકી રહ્યાં છે. આ ગામનો ને સાથ દેવા સમગ્ર ઠાકોર સમાજ નાં યુવાનો ખેડૂત સમાજ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા કલેક્ટરશ્રી, ડી.ડી.ઓ ભાવનગર ને ત્રણ આવેદન આપી, એક વર્ષ જૂની ઘટના યાદ કરાવી, ન્યાય માં થયેલ વિલંબ અંગે કડક રજુઆત કરાઈ.
રાકેશભાઈ પગી, સાગરભાઈ કલાણીયા સાથે જનચેતના પાર્ટી રાષ્ટ્રીય મહામંત્રી અશોકભાઈ ભાલીયા, શહેર પ્રમુખ પ્રતીકભાઈ ગોંડલીયા, મુકેશભાઈ કાંબડ, ખેડૂત એકતા પ્રમુખ ભરતસિંહ વાળા, ખેડૂત ક્રાંતિ મહામંત્રી રમણીકભાઈ જાની, અજુભાઈ ટાઇગરગ્રુપ, શશિંકાન્તભાઈ તળાજા, શિવાભાઈ ડાભી, જગદીશભાઈ ઉમરાળા, સંજયભાઈ વાઘેલા સહીત મોટી સંખ્યા માં ઉપસ્થિત ગામજનો એ સહાયની માંગ સાથે જો ન્યાય નહીં મળે તો આંદોલન છેડવા ની ચીમકી ઉચ્ચારી હતી.
પાલીતાણા,અનીડા જાન અકસ્માત અસરગ્રસ્તો એક વર્ષે પણ સહાય થી વંચિત- ભાવનગર કલેક્ટરશ્રી ને અપાયું આવેદન અને ભાજપે આપેલ આશ્વાસ નો વિડોયો જોવો
No comments:
Post a Comment