Monday, 28 January 2019

તમારા ’10 રૂપિયા’ માં આટલી મોટી શક્તિ છે કે તે ,એક ઝાટકે ‘600 ભ્રષ્ટ ઓફિસરને’ સસ્પેન્ડ કરાવી શકે.

1) ગોટાળા કરવા વાળા તેનાથી ડર છે. આ ૧૦ રૂપિયાથી સરકારના મોટા નિર્ણય બદલવા પડ્યા. ઘણા ગોટાળા કરવા વાળા અધિકારીઓને જેલ પણ મોકલવા પડ્યા. આ ડર છે આરટીઆઈનો.

2) આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ૧૦ રૂપિયાનું મહત્વ. તમારી ૧૦ રૂપિયાની નોટ ઘણી કામની છે. મોટા મોટા ગોટાળા હોય કે પછી કોઈ મોટા ગોટાળા કરવા વાળા ઓફિસર, કર્મચારી દરેક ડરી જશે. બસ તમારે કરવાનું રહેશે આ. પછી જુવો ૧૦ રૂપિયાથી કરવામાં આવેલી આરટીઆઈથી કેવી રીતે ફેરફાર આવે છે. વિશ્વાસ નથી આવી રહ્યો તો વાચો આ વિસ્તૃત રીપોર્ટ.

૩) તેનું નામ છે એચસી અરોડા. ઉંમર ૬૬ વર્ષ ૪ મહિના. તે કોઈ સરકારી કચેરીમાં પહોચી જાય છે, તો તેના નામથી જ ગોટાળા કરવા વાળા ચુપ થઇ જાય છે. તેમણે આરટીઆઈને એવું હથીયાર બનાવ્યું છે કે હરિયાણા જ નહિ, ચંડીગઢ અને પંજાબના પણ મોટા ગોટાળા કરવા વાળાને પકડ્યા છે. તેમના દ્વારા મળેલા પુરાવા ઉપર જયારે રાજ્ય સરકારો એ કાર્યવાહી ન કરી તો અંબાલાના એડવોકેટ એચસી અરોડા હાઈકોર્ટ પહોચી ગયા. જનહિત યાચિકા પછી છેવટે સરકારોને નિર્ણય બદલવો પડ્યો. તેમની જ યાચિકાને કારણે જ હરિયાણા અને પંજાબ સરકારના 600 અધિકારીઓ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પડ્યા.

૪) આરટીઆઈમાં સામે આવ્યા ચોંકાવનારા સત્ય હરીચંદ્ર અરોડા એ આરટીઆઈના માધ્યમથી હરિયાણા અને પંજાબ વીજીલેંસ દ્વારા માહિતી એકઠી કરી. પૂછ્યું કે આ રાજ્યોમાં કેટલા કર્મચારી અધિકારીઓને ભષ્ટાચારના કેસમાં સજા કરવામાં આવી છે. હાલની સ્થિતિ શું છે? ચોંકાવનારા સત્ય સામે આવ્યા કે પંજાબ પોલીસમાં ૬ હત્યાના દોશી હતા. તેમ છતાં તેમની નોકરી હાલમાં ચાલુ રહેલી હતી. અપીલને ઢાલ બનાવીને બચાવી રાખવામાં આવતી હતી 

ભષ્ટાચારીઓની નોકરી :-

હરિયાણામાં પણ પોલીસ અધિકારી, થોડા ડોક્ટર, હેડ માસ્ટર્સ, એસડીઓ, અધીક્ષણ અબીયંતા અને તહોમતદાર ખુરશી સંભાળી રહ્યા હતા. તેમાં છ ડીએસપી રેન્કના અધિકારીઓ પણ રહેલા હતા. કાયદો એ હતો કે ભ્રષ્ટાચારના કેસમાં સજા થયા પછી નોકરીમાં નહિ રહી શકે. આ ભષ્ટાચારીઓ એ હાઈકોર્ટની અપીલને ઢાલ બનાવીને નોકરી બચાવી રાખી હતી.

પીઆઈએલ હેઠળ કર્યા 600 અધિકારી સસ્પેન્ડ :-

અરોડાને આરટીઆઈમાં મળેલી જાણકારી ઉપર હાઈકોર્ટમાં પબ્લિક ઈંટરસ્ટ લીટીગેશન (પીઆઈએલ) હેઠળ તો લગભગ 600 કર્મચારીઓ અને અધિકારીઓને નોકરી માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તે ઉપરાંત એસીડ એટેક પીડિતોના મફત ઈલાજ અને ભરપાઈનો અવાજ ઉઠાવ્યો તો કાયદો બની ગયો. હવે એટેક પીડિતોની મફર સારવાર અને સહાયની વ્યવસ્થા છે. ત્યાં સુધી કે આઠ હજાર રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવી રહ્યું છે.

એક આરટીઆઈથી ચાર મહિનામાં પોલીસ સ્ટેશનમાં શૌચાલય બન્યા :-
તે ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ અધિકારીઓ અને અરજદારો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા ન હોવાનું સત્ય આરટીઆઈમાં ખુલ્લું પડ્યા પછી અરોડાની જનહિત યાચિકા ઉપર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ગૃહ વિભાગ અને પોલીસ મહાનિર્દેશકને 4 મહિનામાં તમામ પોલીસ સ્ટેશનમાં અલગથી મહિલા શૌચાલય બનાવવાનો આદેશ બહાર પાડી દીધો.

ત્રણ મહિનામાં ચાઇનીઝ દોરા ઉપર લાગી ગયો હતો પ્રતિબંધ :-

કરંટ લાગવો અને કાપવાની ક્ષમતા રાખવા વાળા ચાઇનીઝ દોરાની બાબત પણ હાઈકોર્ટ પહોચાડનારા એચસી અરોડા જ હતા. ત્યાર પછી હરિયાણા એ તમામ પોલીસ કમિશનરો, આયુકતો અને જીલ્લા મેજીસ્ટ્રેટ ને કલમ ૧૪૪ ની તાકાતનો ઉપયોગ કરી ત્રણ મહિનાના સમયગાળા માટે ચાઇનીઝ દોરા ઉપર પ્રતિબંધ લગાવવા માટે જણાવી દીધું હતું.

અધિકારીશાહીને કરી ચેલેન્જ :-

લીલી-લાલ લાઈટના ઉલંઘનની બાબતને અરોડાએ હાઈકોર્ટ સુધી પહોચાડી. હાઈકોર્ટ એ અધિકારીશાહીને ફેરફાર કરી બન્ને રાજ્યોને આદેશ જાહેર કર્યો. લાલ લાઈટ લગાવનારા એક ડીઆરએમને માફી પણ માગવી પડી હતી. તેની પીઆઈએલ પછી જ રાજ્યની સ્કૂલોમાં છોકરીઓ માટે શૌચાલય, ખખડી ગયેલી સ્કૂલોને પાડી નાખવાના આદેશ જાહેર થયા. પંજાબમાં જમીન અધિગ્રહણની બાબતમાં જાલંધરના એક આઈએએસ અધિકારી એ પોતાના હિસાબે જ જમીનના ભાવ નક્કી કરતા ખેડૂતોને નેશનલ હાઈવે ઓથોરેટીની રકમ જમા કરાવવાના આદેશ આપ્યા. ખેડૂતો એ લગભગ ત્રણ કરોડ રૂપિયા જમા કરાવી દીધા, જો કે નેશનલ હાઈવે ઓથોરેટી તે ઉપરાંત લડાઈ લડતા રહ્યા. રૂપિયા જમા ન કરાવ્યા. અરોડા એ હાઈકોર્ટમાં કહ્યું કે ઓફિસર આવી રીતે રૂપિયા જમા નથી કરાવી શકતા, ત્યારે કોર્ટ એ રીકવરી કરાવી.

આ જંગ હજુ ચાલુ છે :-

૧. ભ્રષ્ટાચાર અને બીજા કેસમાં દોશી ધારાસભ્યો અને ભૂતપૂર્વ મંત્રીઓને આપવામાં આવી રહેલા પેન્શનને અટકાવવા માટે જનહિત યાચિકા જાહેર કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલા, ભૂતપૂર્વ સાંસદ અજય ચોટલા, વિધાન સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સતબીર સિંહ કાદીયાન અને બીજાને દોશી જાહેર કરવામાં આવ્યા હતા,
૨. પંજાબની સરકારી સ્કૂલોના બાળકોને ડ્રેસ માટે અનુદાન જાહેર કરવા માટે જનહિત યાચિકાની કોર્ટમાં સુનાવણી માટે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
૩. સંવિધાન જાતિવાદ મફત પછી એફઆઈઆરમાં ગુનેગારની જાતી કેમ નોધવામાં આવી.
૪. સીએમ સહીત બીજા મંત્રી, ભૂતપૂર્વ મંત્રી, આઈએએસ અને આઈપીએસ કેમ લઇ રહ્યા છે સબસીડીનો લાભ. સબસીડીની જરૂર ગરીબ ખડૂતોને છે, જો કે હાલમાં મુખ્યમંત્રી સહીત બીજા ભૂતપૂર્વ મંત્રી, આઈએએસ અને આઈપીએસ પણ સબસીડીનો લાભ લઇ રહ્યા છે. હાઈકોર્ટ એ પંજાબ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તે બાબતમાં કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

જન્મ અને શિક્ષણ :-

એચસી અરોડાનો જન્મ અબોહર (પંજાબ)માં થયો. બીએસસી ફાજીલ્કાથી કર્યું અને પછી ૨૦ વર્ષ સુધી ન્યુ બેંક પફ ઇન્ડિયામાં નોકરી કરી. નોકરી દરમિયાન જ ૧૯૮૯ માં શ્રીગંગાનગર, રાજસ્થાનથી કાયદાનો અભ્યાસ કર્યો. ૧૯૯૨માં નોકરી છોડી દીધી અને ૧૯૯૩માં ચંડીગઢ આવી ગયા. ત્યાર પછી હાઈકોર્ટમાં પ્રેક્ટીસ શરુ કરી અને પછી સામાજિક ખરાબીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી સરકારોને જગાડી. લગભગ સવા ચાર સો જનહિત યાચિકાઓ બહાર પાડી.

બે પ્રશ્ન :-

પેહેલો પ્રશ્ન – શું તમને કેસ પાછો લેવાની ક્યારેય ધમકી મળી?
જવાબ – ઘણી વખત. ભ્રષ્ટ ડીએસપીના કેસમાં એક વ્યક્તિ એ તેની પાસે આવીને કહ્યું કે હાઈકોર્ટમાં તે કેસ કેમ દાખલ કરી રહ્યો છે. ત્યારે તેમણે કોર્ટને જાણ કરી દીધી. કોર્ટ એ ચંડીગઢ પોલીસને આદેશ આપ્યો કે જયારે પણ તે પંજાબ જશે, તેને સુરક્ષા પૂરી પાડવાની રહેશે.
શું તમે ગભરાયા નહિ?

જવાબ – મારે કોઈના થી શા માટે ગભરાવું. જેમણે ખોટું કર્યું છે તેને ડરવું જોઈએ. હું ક્યારે પણ પાછો હટવાનો નથી. ભલે કેટલા પણ પ્રલોભન કેમ ન આપવામાં આવે. એ કારણ છે કે ડીએસપી કક્ષાના ઓફિસરની નોકરી છોડવી પડી અને પંજાબના આઈએએસ દ્વારા રીકવરી થઇ શકી.
તેના વિરોધથી બદલવો પડ્યો સરકારને નિર્ણય :-

યમુનાનગર : આ છે ગુમથલા રાવ ના વરયામ સિંહ. વ્યવસાયથી વકીલ. ખાસ વાત એ છે કે તે શહીદો માટે આયોગ બનાવવાનો અવાજ ઉઠાવી રહ્યા છે. જે શહીદોના સરકાર પાસે પણ રેકોર્ડ નથી. તેમના રેકોર્ડ પણ તેમણે પોતાના પ્રયાસોથી એકઠા કરી લીધા છે. છ હજાર શહીદોની વિગત તેમની પાસે છે. ભગવાનની જેમ ઇન્કલાબ મંદિરમાં શહીદોની રોજ પૂજા થાય છે. આરટીઆઈમાં શહીદીના રેકોર્ડ આપવા રાજ્યસભા અને લોકસભા એ ના કહી દીધી તો તેની અપીલ ઉપર સુચના આયુક્ત એ રાજ્યસભા સચિવાલયના સીપીઆઈઓને જવાબ તબદીલ કરી દીધો.

આ ઉઠાવ્યો અવાજ :-

એડવોકેટ વરયામ સિંહ એ ૧૨ એપ્રિલ ૨૦૧૭ ના રોજ દેશને આઝાદ કરાવવા વાળા અમર શહીદ વીરો વિષે આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી. પૂછવામાં આવ્યું કે ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી શહીદ થયેલા ક્રાંતિકારીઓ શહીદોના સન્માન માટે આયોગના નક્કી કરવામાં આવેલા નિયમ બતાવવાની જાણકારી માગી. તે ઉપરાંત શહીદો ઉપર સન્માનથી લઇને શહીદ દરજ્જો આપવા, સુરક્ષા માટે કાયદા બનાવવા, શહીદોના રેકોર્ડને સુરક્ષિત રાખવા, તેમની વારસાગત અને મકાનને સુરક્ષિત રાખવા અને શહીદોના પરિવાર વાળાને શોધવા વિષે માહિતી માંગવામાં આવી હતી. તેમાં ઘણા બીજા કેન્દ્રો ઘણા બધા હતા.

જવાબમાં કહ્યું, તબ્બકાવાર શોધી શકીએ છીએ :-

તેમની પાસે ૩ મેં ૨૦૧૭ ના રોજ રાજ્ય સભા સચિવાલય ના સીપીઆઈઓ તરફ થી જવાબ આવ્યો. જેમાં કહેવામાં આવ્યું કે જે માહિતી માંગવામાં આવી છે. તે ઉપલબ્ધ નથી. જો તેઓ ઈચ્છે તો રાજ્ય સભા પછીની પર્ટલ ઉપર શોધી શકે છે. તેનાથી તે સંતુષ્ટ ન થયા અને તેમણે ૧૬ મેં ના રોજ સંયુક્ત સચિવ અને નાણા સલાહકાર રાજ્ય સભાનું નામે પ્રથમ અપીલ કરી. અપીલ પછી એક જુન ૨૦૧૭ ના રોજ તેમની પાસે જવાબ આવ્યો કે જે જાણકારી માંગવામાં આવી છે. તે વાળ વિવાદના પાર્ટલ ઉપર ઉપલબ્ધ નથી. એટલા માટે વિભાગ જાણકારી આપવામાં અસમર્થ છે. ત્યાર પછી તેમણે કેન્દ્રીય સુચના આયોગને છ જુલાઈ ૨૦૧૭ ના રોજ ફરી થી અપીલ કરી આપી.

જાહેર કરવામાં આવી નોટીસ :-

જયારે ફી વખત અપીલ કરી, તો કેન્દ્રીય સુચના આયોગ તરફથી રાજ્યસભા, લોકસભા અને ગૃહ મંત્રાલયના સીપીઆઈઓને નોટીસ જાહેર કરવામાં આવી. આ નોટીસ ૧૩ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર થઇ. તેની સાથે જ કેન્દ્રીય સુચના આયોગના ચીફ કમિશ્નર સુધીર ભાર્ગવ એ આ કેસમાં સુનાવણી માટે ૧૧ જાન્યુઆરીનો સમય આપ્યો. જેમાં શુક્રવારના રોજ વીસી દ્વારા સુનાવણી થઇ.

એટલા માટે પણ રહે છે ચર્ચામાં :-

વરયામ સિંહ એ શહીદોનું એક મંદિર ગુમથલામાં તૈયાર કર્યું છે. તે ભષ્ટાચારને પણ ઘણા વિરોધી છે. વર્ષ ૨૦૧૪માં તેમણે ગેર કાયદેસર માઈનીંગની ફરિયાદ કરી. પોલીસ એ માઈનીંગ કરવા વાળાને પકડી લીધા. જામીન ઉપર પાછળથી છોડી દેવામાં આવ્યા. કેસ હજુ કોર્ટમાં વિચારણા હેઠળ છે.
હાઈકોર્ટ એ સરકારને આપ્યો ઠપકો :-

વર્ષ ૨૦૧૫-૧૬ માં જીલ્લા માં ઓવરલોડ થઇ રહેલા અકસ્માતને જોતા વરયામ સિંહ એ આરટીઆઈ લગાવી. સંતોષજનક જવાબ ન આપવાથી હાઈકોર્ટ સુધી ગયા. તેમની અપીલને હાઈકોર્ટ એ ગંભીરતાથી લેતા જીલ્લામાં ૧૫ નાકા લગાવવાના આદેશ આપ્યા. તેની ઉપર ૩૫૦ કર્મચારી રોકવામાં આવ્યા હતા. કોર્ટ એ સરકારને એડીશનલ ચીફ સેક્રેટરી યમુનાનગર એસપી અને ડીસીને પણ બદલી દીધા હતા. ગેર કાયદેસર માઈનીંગના કેસમાં પણ તેમની હાઈકોર્ટમાં અપીલ વિચારણા હેઠળ છે. જનહિત યાચિકા જાહેર કરી હતી. નિયમો બહાર મૂકીને માઈનીંગ થઇ રહી છે.

No comments:

Post a Comment