Monday, 28 January 2019
તમારા ’10 રૂપિયા’ માં આટલી મોટી શક્તિ છે કે તે ,એક ઝાટકે ‘600 ભ્રષ્ટ ઓફિસરને’ સસ્પેન્ડ કરાવી શકે.
Tuesday, 15 January 2019
ખોટી FIR થી બચવા માટે કરો આ કામ, પોલીસ પણ તમારું કંઈજ બગાડી નહિ શકે
એફઆઈઆર કયારે લખાવી શકાય?
ચોરી, મારામારી, બળાત્કાર અથવા કોઈ બીજા મામલામાં આપને ષડયંત્ર કરીને ફસાવ્યા હોય તો આપ હાઇકોર્ટમા અપીલ કરી શકો છો. હાઇકોર્ટમા કેસ ચાલતો હોય તે દરમ્યાન પોલિસ તમારી વિરુધ્ધ કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરી શકે. એટલુંજ નહીં જો તમારી વિરુધ્ધ વોરંટ પણ બહાર પડ્યો હોય તો પણ કેસ ચાલતો હોય તે દરમ્યાન આપની ધરપકડ નહીં કરી શકે. કોર્ટ તપાસ અધિકારીને તપાસ માટે જરૂરી દિશા-નિર્દેશ પણ આપી શકે છે.
Friday, 11 January 2019
કોળી સમાજ ના ધારાસભ્યો,સાંસદો ને બંગડી મોકલવાની ચીમકી કોણે અને કેમ આપી જાણો
ઘોઘા છાયા ગામે પથ્થર માઈનીંગ કામની ટેન્ડર પ્રક્રિયા રદ કરવા માંગ
ભાલપંથક હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટર ને આવેદ પત્ર દેવાયું
તા : 10-01-2019 ઘોઘા તાલુકાના છાયા ગામે પથ્થર નુ માઇનીંગ કામ ટેન્ડર પ્રક્રીયા રદ્દ કરવવા બાબતે ભાલ હિત રક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેક્ટર સાહેબ ને ઉગ્ર રજુઆત કરવા મા આવી માઇનીંગ ને લીધે ગામ લોકો ને જોખમ ઉભું થઇ રહ્યુ છે તેવી દહેશત ઉભી થઇ રહી છે જો આ માઇનીંગ પ્રક્રીયા ને સ્થગિત કરવામાં નહી આવે તો ગામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક લડત ચલાવવામાં આવશે તેવી ગામ જનો દ્રારા ચીમકી આપવામાં આવી છે આ બાબતે જીલ્લા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ
કોળી સમાજ ના આગેવાનો અને નવાગામ સરપંચ દ્વારા કલેકટર અને મામલતદાર રજુવાત - જો નિર્ણય નહીં આવે તો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન કરવાની ચીમકી
Thursday, 10 January 2019
10% સવર્ણ અનામત થઈ શકે છે ફેલ, સુપ્રીમ માં બિલ ને ગેરબંધારણીય જાહેર કરવા અરજી
10℅ સવર્ણ અનામત પર સુપ્રીમ કોર્ટ માં અરજી,આ બિલ ને ગેરબંધારણીય જાહેર કરવા અપીલ
દેશના આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપતું બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થઇ ગયું છે પરંતુ આ બિલ પર રાષ્ટ્રપતિ સહી કરે અને તે કાયદો બને તે પહેલા સરકારના અનામત આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. યુથ ફોર ઇક્વિલીટી નામની NGOએ સવર્ણ અનામત બિલને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે આર્થિક માપદંડ એ અનામતનો આધાર ન બની શકે. આથી આર્થિક માપદંડોના આધારે અનામત આપવી યોગ્ય નથી.
1950 પછી આ બંધારણનું 124મું સંશોધન બિલ છે. છ વખત એવો મોકો પણ આવ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું હતું કે, સંશોધન બિલ ગેરબંધારણીય છે. તેથી તે બિલ રદ કરી દેવામાં આવ્યા. તાજું ઉદાહરણ જજની નિયુક્તિ માટે આયોગનું ગઠન કરવાનું છે. સરકારે એપ્રિલ 2015માં તે માટે બંધારણમાં સંશોધન કર્યું હતું. ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટે તેને નકારી કાઢીને કોલેજિયમ પ્રણાલી રદ કરી દીધી હતી.
સબસિડી વગરની ખાનગી સંસ્થાઓને આ શ્રેણીમાં રાખવી પણ ખોટી વાત છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે, આ બિલને ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ. આ નિર્ણય વોટ બેન્કને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, યૂથ ફોર ઈક્વાલિટી એક સંસ્થા છે જેને અમુક વિદ્યાર્થીઓ અને પ્રોફેશરો સાથે મળીને ચલાવે છે. આ પહેલાં પણ આ NGO શિક્ષણમાં સુધારો, રાજકારણમાં સુધારા જેવા ઘણાં મુદ્દાઓ પર કેમ્પેન ચલાવી ચૂક્યા છે.
યૂથ ફોર ઈક્વાલિટી નામની NGOએ આ અરજી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતની સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ખોટી વાત છે અને તે માત્ર સવર્ણ શ્રેણીને ન આપવી જોઈએ.
કોળી સમાજ દ્વારા આજે ભાવનગર બંધ, પોલીસનો કાફલો તૈનાત
Monday, 7 January 2019
બ્રેકીંગ ન્યૂઝ - ધર્મશીભાઈ ઢાપા (કલ હમારા યુવા સંગઠન) દ્વારા ભાવનગર બંધ ની ચીમકી
Friday, 4 January 2019
91 કોળી ખેડૂતોને જેલ હવેલે છતાં સમાજના રાજકીય આગેવાનો ચૂપ કેમ ?
આ લોકો કોઈ બુટલેગર નથી, ભુમાફિયા નથી, રેતીચોર નથી, શિક્ષણમાફિયા નથી,
આ ભાવનગરના મહુવાના નિર્દોષ મહિલા ખેડૂતો છે, સરકાર આ લોકોની જમીન ખાનગી કંપનીને આપી દેવા માંગે છે ત્યારે આ ખેડૂતો પોતાની માં સમાન જમીન બચાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા..ત્યારે પોલીસે લાઠીઓથી નિર્દોષને ઢોર માર મારેલ છે.
એક તરફ મહિલા સશક્તિકરણની વાતો, મહિલાઓના નામે ફાંકા ફોજદારી અને બીજી બાજુ ગુજરાતની માવડીયુ ને મારી મારીને પોલીસ લોકઅપમાં આખી રાત પુરી દેવાનું..
આ તમામ હિંમતવાન માયુંને ચરણમાં વંદન છે, અને ધિક્કાર છે જે સરકારી ગુલામોએ માં ઉપર હાથ ઉપાડ્યો છે, આવા નમાલાના કુળનું નખ્ખોદ જાય.
મહિલાઓને મારેલી આ લાઠી ઉપર હિન્દૂના નામે ચરી ખાતી એકેય સંસ્થાનો ઠેકેદાર બોલશે?? મહિલાઓ ના નામે મંચ ઉપરથી રડવાના નાટક કરતા એકેય કથાકાર મહિલાઓની વેદના સાંભળશે?? ધર્મના ઠેકેદારો કાંઈ બોલશે??
જિંદગી ની આખરી અવસ્થાએ પોલીસનો માર ખાઈને પોલીસ સ્ટેશનમાં એરેસ્ટ થયેલી માવડીયુ જોઈને અલ્પેશ કથીરિયાની યાદ આવે.
દરેક ફોટા જોવા વિનંતી...
કુંવરજીભાઈ બાવળીયાને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચા
તાજેતરમાં પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ 31 ડિસેમ્બર કુંવરજીભાઈ બાવળીયાને દિલ્હી થી તેડું આવ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની અગત્યની મુલાકાત થઈ હતી ત્યાર પછી ગુજરાતનારાજકીય વાતાવરણ માં નવો વળાંક પકડ્યો છે.
આગામી 2019 ની લોકસભા ચૂંટણીમાં કોળી સમાજ ના વોટ બેન્ક પર નજર રાખી કુંવરજીભાઈ બાવળીયા ને નાયબ મુખ્યમંત્રી બનવાની શક્યતા તેવા મેસેજ સોશિયા મીડિયામાં વાયરલ થયા છે.
આ કેટલું સત્ય લાગે છે તમને ? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સ માં લખો.