Tuesday, 15 January 2019

ખોટી FIR થી બચવા માટે કરો આ કામ, પોલીસ પણ તમારું કંઈજ બગાડી નહિ શકે

એફઆઈઆર (FIR) નો અર્થ થાય છે First Information Report. કોઈ પણ ક્રિમિનલ ઑફેંસ થવા પર પોલીસમાં જઈને એફઆઈઆર લખાવવી પડે છે. એફઆઈઆર લખાવ્યા પછી જ પોલીસ આગળની કાર્યવાહી કરે છે અને ફરિયાદ મળવા પર જ એફઆઈઆર લખવામાં આવે છે. પીડિત વ્યક્તિ પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર લખાવે છે, ત્યારબાદ પોલીસ આરોપીઓ પર ઉચિત કાર્યવાહી કરે છે. એફઆઈઆર એક પ્રકારનો લેખિત દસ્તાવેજ હોય છે. જેને ફરિયાદ મળવા પર પોલીસ તૈયાર કરે છે.



એફઆઈઆર કયારે લખાવી શકાય?

જણાવી દઈએ કે કૉગ્નિઝેબલ ઑફેન્સ (પોલીસ અધિકાર હેઠળનો અપરાધ ગુનો) થવા પર જ એફઆઈઆર રજીસ્ટર કરાવી શકાય છે. કૉગ્નિઝેબલ ઑફેન્સ એટલે એવો ઑફેન્સ જેમાં પોલીસને કોઈને અરેસ્ટ કરવા માટે વોરંટની જરૂર નથી પડતી. આ સ્થિતિમાં પોલીસ આરોપી વ્યક્તિને પકડીને એની પૂછપરછ કરી શકે છે. તેમજ જો ઑફેન્સ નોન કૉગ્નિઝેબલ હોય તો આ સ્થિતિમાં એફઆઈઆર દાખલ કરવામાં આવતી નથી. કોર્ટની દખલ પછી જ આ પ્રકારની એફઆઈઆર દાખલ થઇ શકે છે. કોર્ટના ઓર્ડર વગર પોલીસ એક્શન નથી લઇ શકતી.

ખોટી એફઆઈઆર વિરુદ્ધ કરો આ ધારાનો ઉપયોગ

આજે અમે જણાવીશું કે કોઈએ ખોટી એફ.આઈ.આર. કરી હોય તો એનાથી તમે કેવી રીતે બચી શકો. આ બાબતે હાઇકોર્ટના વકીલ સંજય મેહરાનું કહેવું છે કે ઇંડિયન પિનલ કોડની કલમ 482 અંતર્ગત આવા પ્રકારના કિસ્સામાં ચેલેન્જ કરી શકાય છે. કોર્ટેને યાચિકાકર્તાની દલીલ સાચી લાગે તો રાહત મળી શકે છે.
જો કોઈ વ્યક્તિ તમારા વિરુધ્ધ ખોટી એફ.આઈ.આર. દાખલ કરે, તો તમે આ કલમનો ઉપયોગ કરી શકો છો. આ કલમ દ્વારા વકીલના માધ્યમથી હાઇકોર્ટમા વિનંતિપત્ર (દયાની અરજી) લગાવી શકાય છે. આ અરજીની સાથે તમે આપની નિર્દોષતાના પુરાવા પણ આપી શકો છો. જેમાં તમે વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ,ફોટોગ્રાફ્સ,ડોક્યુમેંટ્સ દયાની અરજી સાથે અટેચ કરી શકો છો. જેનાથી આપ આપની નિર્દોષતાને મજબૂતીથી કોર્ટમાં રજૂ કરી શકશો.

ચોરી, મારામારી, બળાત્કાર અથવા કોઈ બીજા મામલામાં આપને ષડયંત્ર કરીને ફસાવ્યા હોય તો આપ હાઇકોર્ટમા અપીલ કરી શકો છો. હાઇકોર્ટમા કેસ ચાલતો હોય તે દરમ્યાન પોલિસ તમારી વિરુધ્ધ કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરી શકે. એટલુંજ નહીં જો તમારી વિરુધ્ધ વોરંટ પણ બહાર પડ્યો હોય તો પણ કેસ ચાલતો હોય તે દરમ્યાન આપની ધરપકડ નહીં કરી શકે. કોર્ટ તપાસ અધિકારીને તપાસ માટે જરૂરી દિશા-નિર્દેશ પણ આપી શકે છે.

તમે જો આ કલમ દ્વારા હાઇકોર્ટમા તમારી યાચિકા દાખલ કરવા માંગતા હોવ, તો સૌથી પહેલાં તમે એક ફાઇલ તૈયાર કરો. આ ફાઇલમાં એફ.આઈ.આર.ની કોપીની સાથે પુરવાના જે પણ જરૂરી ડોક્યુમેંટ્સ હોય તે જોડો. એના માટે તમે વકિલના માધ્યમથી પુરાવા તૈયાર કરી શકો છો. જો તમારા પક્ષમાં કોઈ સાક્ષી હોય તો એમાં એનો પણ ઉલ્લેખ કરો.

Friday, 11 January 2019

કોળી સમાજ ના ધારાસભ્યો,સાંસદો ને બંગડી મોકલવાની ચીમકી કોણે અને કેમ આપી જાણો

કોળી સમાજ ના ધારાસભ્યો,સાંસદો ને બંગડી મોકલવાની ચીમકી કોણે અને કેમ આપી જાણો
મહુવા અને તળાજા તાલુકા ના કોટડા,તલ્લી,ભાંભર જેવા ગ્રામ્ય વિસ્તાર માં અલ્ટ્રાટેક કંપની ના માઇનિંગ પ્રોજેકટ નો વિરોધ ખેડૂતો દ્વારા કરવામા આવ્યો હતો. આ દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ પેદા થઈ હતી અને પોલીસ એ લાઠીચાર્જ કર્યો હતો.ઘણા ખેડૂતો ને ઇઝા થઈ હતી અને ઘણા ને જેલ માં નાખી દીધા હતા.આ ઘટના ના સમગ્ર રાજ્ય માં પડઘા પડ્યા હતા.

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન એ આ ઘટના બાબતે ઉના પ્રાતઃ અધિકારી મારફત રાજ્યપાલ ને આવેદન પત્ર આપ્યું હતું અને એમાં ઉલ્લેખ કર્યો કે અલ્ટ્રાટેક કંપની ના માઇનિંગ પ્રોજેકટ નો વિરોધ કરી રહેલા ખેડૂત ખેતમજૂરો અને સ્થાનિક ગ્રામજનો પર કંપની દ્વારા ઓન પે કરી પોલીસ પ્રોટેક્શન મેળવી ખનન કરવાના મામલે પોલીસ પબ્લિક વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું અને શાંતિ થી વિરોધ કરી રહેલા લોકો પર બેરહમી થી લાઠીચાર્જ અને ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા. 90 જેટલા સ્થાનિકો પર ગંભીર કલમો લગાવી ધરપકડ કરવામાં આવી આવી અમાન્ય ઘટના માં સૌથી વધુ કોળી સમાજ અને ગરીબ સમાજ ભોગ બન્યો છે.આ સમગ્ર ઘટના ને ઓનપે વહીવટી તંત્ર દ્વારા કંપની ના ઈશારે હુકમો થયા હોય એવી આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાની માં.હાઇકોર્ટ ના સીટીંગ જજ અથવા સીબીઆઈ મારફત તપાસ કરવામાં અને જવાબદાર તમામ સામે કાનૂની પગલાં ભરવામાં આવે અને ખેડૂતો પર ના કેશ પાછા ખેંચવા માટે માંગ કરી છે.

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા કોળી સમાજ ના ધારાસભ્યો અને સાંસદો ને પણ આ મામલે લેખિત માં પત્ર મોકલવામાં આવ્યા છે. અને પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર ઘટનાને સંસદ માં અને વિધાનસભા માં ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.

અખિલ ભારતીય કોળી સમાજ ના મહામંત્રી રસિક ચાવડા એ ચીમકી આપી છે કે ગુજરાત ના ચૂંટાયેલા કોળી સમાજ ના ધારાસભ્યો સાંસદો આ મામલે નહિ બોલે તો બંગડી મોકલવામાં આવશે.

ઘોઘા છાયા ગામે પથ્થર માઈનીંગ કામની ટેન્ડર પ્રક્રિયા રદ કરવા માંગ

ભાલપંથક હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટર ને આવેદ પત્ર દેવાયું

તા : 10-01-2019 ઘોઘા તાલુકાના છાયા ગામે પથ્થર નુ માઇનીંગ કામ  ટેન્ડર પ્રક્રીયા રદ્દ કરવવા બાબતે  ભાલ હિત રક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેક્ટર સાહેબ ને ઉગ્ર રજુઆત કરવા મા આવી માઇનીંગ ને લીધે ગામ લોકો ને જોખમ ઉભું થઇ રહ્યુ છે તેવી દહેશત ઉભી થઇ રહી છે  જો આ માઇનીંગ પ્રક્રીયા ને સ્થગિત કરવામાં નહી આવે તો     ગામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક લડત ચલાવવામાં આવશે તેવી ગામ જનો દ્રારા ચીમકી આપવામાં આવી છે આ બાબતે જીલ્લા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ